HomeGujaratમોરબી: રાધા કૃષ્ણ જ્વેલર્સની દીવાલમાં બાકોરું પાડી રૂ. 17.24 લાખના સોના-ચાંદીની ચોરી

મોરબી: રાધા કૃષ્ણ જ્વેલર્સની દીવાલમાં બાકોરું પાડી રૂ. 17.24 લાખના સોના-ચાંદીની ચોરી

મોરબીના સરદાર રોડ પર જૂના બસ સ્ટેશન નજીક આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સમાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી હતી. દુકાનની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશેલા શખ્સો સોના-ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર મળી કુલ રૂ.17.24 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મોરબીના ખારા કુવા વાળી શેરીમાં રહેતા અને રાધા કૃષ્ણ જ્વેલર્સના માલિક દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 સપ્ટેમ્બરની રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરોએ દુકાનની દીવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરીમાં 24 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત રૂ.2.74 લાખ, 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના, જેની કિંમત રૂ.12.50 લાખ અને 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર, જેની કિંમત રૂ.2 લાખ હોવાનું જણાવાયું છે. આમ કુલ રૂ.17.24 લાખની મત્તા ચોરાઈ છે.

ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW