HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં વારંવાર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે આરોપીને જુનાગઢ જેલમાં મોકલી આપ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા બાયપાસ, જી.ઈ.બી. સામે તુલસી પાર્ક ખાતે રહેતા હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા (ઉ.વ. ૩૧) વિરુદ્ધ મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે પાસાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મોરબીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે મંજૂરી આપી પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીને પાસા વોરંટની બજવણી કરી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ પરપ્રાંતીય દારૂના ગુનાઓ નોંધાયેલા છે. વારંવારની ગુનાહિત પ્રવૃત્તિને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW