વાંકાનેર તાલુકાના રંગપર નજીક આવેલી હોટલમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પબાભાઈ ગઢાદરા (ઉં.વ. 20) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર દ્વારકાધીશ હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

