મળતી માહિતી મુજબ, ભગીરથ મેઘારામ બીશ્નોઇ, રહે. બાગલી, તા. ચિતલવાના, થાના-જાબ, જી. જાલોર, રાજસ્થાન, વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેસ કટીંગ અંગેનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા આશરે દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સર્વેલન્સ સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસ ટીમે ટેકનિકલ વર્ક તેમજ ખાનગી બાતમીદારોની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે રાજસ્થાનના સાંચોર રેસ્ટ એરિયા ખાતેથી ભગીરથ મેઘારામ બીશ્નોઇને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

