મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ આગામી તા. 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રાવણ માસના સોમવાર નિમિતે તેમજ તા. 4 સપ્ટેમ્બર 2026ના રોજ જન્માષ્ટમીના પર્વ નિમિતે મોરબી મહાનગરપાલિકાની હદમાં આ પ્રતિબંધ અમલમાં રહેશે. મહાનગરપાલિકા દ્વારા સંબંધિત તમામ વેપારીઓ અને સંચાલકોને જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 હેઠળ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

