મોરબી શહેરની નાની બજાર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્સોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.47,100 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન નાની બજાર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની જાણ થતાં પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એજાજભાઈ મહેબુબભાઈ ચાનીયા, સોહિલભાઈ સલીમભાઈ બ્લોચ, આદિલભાઈ યુનુસભાઈ બ્લોચ, ગુલામહુશેનભાઈ ફીરોઝભાઈ બ્લોચ, અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર, ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક, ઇમરાનભાઈ યુસુફભાઈ તલાટ, હુશેનભાઈ રફીકભાઈ વડાવરીયા અને અલ્તાફભાઈ કાસમભાઈ કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.47,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પૂછપરછ દરમિયાન મુસ્તાક દાઉદભાઈ દાવલીયા, રહે. મકરાણીવાસ, મોરબીનું નામ સામે આવ્યું હતું. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

