HomeGujaratહળવદના કડીયાણા ગામે જુગાર રમતા છ શખ્સો રૂ. 8,800ની રોકડ સાથે ઝડપાયા

હળવદના કડીયાણા ગામે જુગાર રમતા છ શખ્સો રૂ. 8,800ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કડીયાણા ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.8,800 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઈના રહેણાંક મકાન પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ થઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલજીભાઈ ડઢૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ડઢૈયા, વિજયભાઈ ધીરજભાઈ સારોલા, રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા અને મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા મળી કુલ છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે તમામને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ.8,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW