HomeGujaratમોરબી: જેતપર રોડ પર આવેલ ‘નેક્ષા સ્પા’ પર SOGના દરોડા, સંચાલક સામે...

મોરબી: જેતપર રોડ પર આવેલ ‘નેક્ષા સ્પા’ પર SOGના દરોડા, સંચાલક સામે ગુનો દાખલ

મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાર્યરત ‘નેક્ષા સ્પા’ પર અચાનક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની વિવિધ જોગવાઈઓનું પાલન ન કરવામાં આવતું હોવાનું સામે આવતા સ્પાના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માહિતી મુજબ, મોરબી SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બહુચર કોટા નજીક આવેલા કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા સ્પા પાર્લરમાં પહોંચી તપાસ કરી હતી. સ્થળ પર હાજર સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેર (ઉ.વ. 20, રહે. પાવન પાર્ક-2, સામાકાંઠે, મોરબી, મૂળ વતન સોનપરા, તા. ગીર ગઢડા)ની પૂછપરછ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, સ્પામાં કામ કરતા બે કર્મચારીઓની જરૂરી વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી નહોતી. ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ ફરજિયાત સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ સાચવી રાખવામાં આવ્યું ન હતું. આ રીતે જાહેરનામાનો ભંગ થતાં મોરબી SOGએ સંચાલક પ્રિન્સ વાઢેર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW