HomeGujaratનારી વંદન ઉત્સવ' અંતર્ગત વાંકાનેર ખાતે 'મહિલા સ્વાવલંબન દિવસ'ની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ’ અંતર્ગત વાંકાનેર ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહના ભાગરૂપે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી ‘મહિલા સ્વાવલંબન દિવસ’ અન્વયે વાંકાનેર સ્થિત એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ ખાતે વિશેષ સ્વરોજગાર મેળો અને જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના અંતે યોજાયેલી ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં વિવિધ એજન્સીઓ અને કંપનીઓ સમક્ષ સ્થાનિક દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ મહિલાઓને આર્થિક રીતે પગભર બની સ્વાવલંબી બનવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં રોજગાર કચેરીના કાઉન્સેલર ચતુરભાઈ વરાણીયા, હરેશભાઈ પરમાર, યોગીરાજસિંહ ઝાલા તેમજ મયૂરભાઈ સોલંકી, અમિતભાઈ પઢારીયા દ્વારા શ્રમજીવી મહિલાઓના અધિકારો, કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્વરોજગાર લક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી માયાબેન જાની, કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW