કચ્છ બોર્ડર રેન્જની ટીમે મોરબીમાં જુગારના અડ્ડા પર દરોડો પાડી કોંગ્રેસના અને આમ આદમની ના આગેવાન સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ અને વાહનો સહિત કુલ રૂ. 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અનુસાર બોર્ડર રેન્જની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘુટુ ગામની હદમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પી.આઈ. એલ.પી. બોડાણા અને પી.એસ.આઈ. એ.પી. વાઘેલા સહિતની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જગદીશ ભગવાનજી અઘારા, શૈલેષ ઉર્ફે કાળુ પ્રભુભાઈ સનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ અને મોરબી મહાનગરપાલિકા જગદીશ અઘારાએ અગાઉ આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 11માંથી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ઝડપાયેલા જયેશ કાલરિયા મોરબી કોંગ્રેસના આગેવાન અને મહાનગરપાલિકાની વોર્ડ નંબર 9 કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1.85 લાખની રોકડ, ચાર મોબાઇલ ફોન, બે વાહનો સહિત કુલ રૂ. 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામે જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

