હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણાએ પોતાના દિકરા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ આરોપી પિતાના કહ્યામાં રહેતો ન હતો અને ઘરખર્ચ માટે પૈસા ન આપતાં ઘરેણાં તથા વાહન વેચી નાખવાની તેમજ આપઘાત કરી લેવાની ધમકીઓ આપતો હતો. ઉપરાંત જાહેરમાં અશ્લીલ હરકતો કરી ફરીયાદીને અશ્લીલ શબ્દો બોલતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત આરોપીએ જ્યોતિબેનને લાકડાના ધોકાથી માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

