HomeGujaratમોરબીના મચ્છુ-2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નવા નીરના વધામણાં કરતા મહાનુભાવો

મોરબીના મચ્છુ-2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નવા નીરના વધામણાં કરતા મહાનુભાવો

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પરિણામે જિલ્લાના જીવાદોરી સમાન મચ્છુ-2 જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમ સંપૂર્ણપણે (100%) ભરાઈ ગયો છે. મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા હળવી બનશે જેથી ડેમને વધાવવા માટે મચ્છુ-2 ડેમ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજન અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

આ અવસરે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તથા મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરી અને પુષ્પવૃષ્ટિ કરી નવા જળરાશિનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

આ તકે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, સિંચાઇ વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સ્થાનિક પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને સિંચાઈ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,490SubscribersSubscribe

TRENDING NOW