HomeGujaratહળવદના કડિયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો રૂ. 57,600ની રોકડ સાથે ઝડપાયા

હળવદના કડિયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો રૂ. 57,600ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકા પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કડિયાણા ગામની સીમ વિસ્તારમાં, પાંડાતીર્થ ગામ તરફ જતાં માર્ગ પર આવેલા ક્રિકેટ મેદાનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ થતાં પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે કુલ પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કરશનભાઈ વાઘજીભાઈ ઉડેચા, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા તેમજ ભવાનભાઈ વિરમભાઈ સરૈયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 57,600ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW