HomeGujaratભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા IMA (Indian Medical Association)ના સંયુક્ત ઉપક્રમે તા. 08 જુલાઈ, 2026 (બુધવાર)ના રોજ સભારા વાડી પ્રાથમિક વિદ્યાલય, શનાળા-ઘુનડા રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં ડૉ. વિપુલભાઈ કાવર (ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ રિપોર્ટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉપરાંત જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે.

આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો, જેના બદલ ભારત વિકાસ પરિષદ-મોરબી શાખાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, પર્યાવરણ કન્વિનર ડૉ. ચિરાગભાઈ અઘારા, શાખાના સચિવ શ્રી વિશાલભાઈ બરાસરા, કોમલબેન પનારા, પ્રજ્ઞાબેન જીવાણી, અલ્પાબેન વાડસોલા, હીનાબેન કુંડારિયા, જ્યોત્સનાબેન કુંડારિયા તથા પારુલબેન ધોરિયાણી ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સભારા વાડી પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, તમામ શિક્ષકગણ તથા સ્ટાફે આયોજનથી લઈને વિદ્યાર્થીઓના સંકલન, વ્યવસ્થા અને સમગ્ર કામગીરી દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને ઉત્તમ સંકલનના કારણે આરોગ્ય શિબિર સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા શાળા પરિવારના આ અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW