HomeGujaratટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો

ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંજૂર કરાયેલી 270 નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ અને મહિલાઓને કાયદાકીય હક્કોની વિસ્તૃત જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ટંકારા આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક દ્વારા કલ્યાણપર ગામ ખાતે ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના માનનીય ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ (ગાંધીનગર)ના ઉપસચિવ ધ્વનિબેન પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, નારી અદાલત, પોલીસ પ્રશાસન, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, સમાજ સુરક્ષા વિભાગ અને એસ.બી.આઈ. (SBI) બેંકના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ અધિકારો વિશે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. તેજલબેન દેકાવાડિયા, ઘટક કચેરીના સ્ટાફ અને જિલ્લા પી.એસ.ઈ. (PSE) કોર્ડીનેટર રમેશભાઈ ધોરિયાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW