વાંકાનેર નેશનલ હાઇવે પર તા.14 જૂનના રોજ એક દુર્ઘટનામાં યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના રહેવાસી અજયકુમાર મધુરામ વર્મા (ઉંમર 30 વર્ષ) RJ-23-BK-9038 નંબરનું બાઈક લઈને વાંકાનેરથી શેખરડી ગામ તરફ કડિયા કામ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચંદ્રપુર દરગાહ નજીક પહોંચતા તેમણે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઈક રોડની સેફ્ટી ગ્રીલ સાથે જોરદાર અથડાયું હતું. અકસ્માતમાં તેમના પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માત સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

