HomeGujaratમોરબી: મહાનગરપાલિકામાં સફાઈની અરજી બાબતે પિતા પુત્રો પર હુમલો, લોખંડના પાઈપ ફટકારી...

મોરબી: મહાનગરપાલિકામાં સફાઈની અરજી બાબતે પિતા પુત્રો પર હુમલો, લોખંડના પાઈપ ફટકારી રૂ. 17,000ની લૂંટ ચલાવી!

મોરબીના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં રહેતા સતિષભાઈ ગૌતમભાઈ સારેસાએ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના મામાએ સોસાયટીમાં રોડની સફાઈ અને સ્વચ્છતા અંગે મહાનગરપાલિકામાં અરજી કરી હતી, જે બાબત આરોપી પ્રેમજીભાઈ પરમાર અને તેમના પરિવારજનોને ન ગમતા તેઓ મનદુઃખ રાખતા હતા.

આ રોષના કારણે પ્રેમજીભાઈ પરમાર, તેમના પુત્ર દિનેશભાઈ પરમાર તેમજ તેમના પરિવારના અન્ય સભ્ય પૈકી સહિતના આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરીને ભરતભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ ફરિયાદી અને તેમના પિતાને માર માર્યો હતો તેમજ અશ્લીલ અને અપમાનજનક ગાળો આપી હતી. ઉપરાંત, ફરિયાદીના શર્ટના ખિસ્સામાં રહેલા રૂ. 17,000 રોકડ બળજબરીપૂર્વક કાઢી લઈ જવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW