HomeGujaratનામો વનને હાઇવે સાથે જોડતો રૂ. 3.30 કરોડનો રોડ મંજૂર

નામો વનને હાઇવે સાથે જોડતો રૂ. 3.30 કરોડનો રોડ મંજૂર

મોરબી શહેરમાં રફાળેશ્વર સ્ટેટ હાઇવેથી નમો વન વિસ્તારને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યનું  રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

નમો વન ખાતે છેલ્લા માત્ર 37 દિવસના ટૂંકા ગાળામાં એકસાથે 10 લાખ વૃક્ષોના વાવેતરનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વિશાળ હરિયાળા વિસ્તારને રફાળેશ્વર સ્ટેટ હાઇવે સાથે સીધો જોડાણ આપવા માટે નવા માર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માર્ગના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 3.30 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આશરે 2 કિલોમીટર લાંબો આર.સી.સી. રોડ નામો વનને રફાળેશ્વર સ્ટેટ હાઇવે સાથે જોડશે, જેના કારણે સ્થાનિક નાગરિકો તેમજ મુલાકાતીઓને વધુ સુવિધા મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW