HomeGujaratમોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક શખ્સ રૂ. 7,200 ના મુદ્દામાલ સાથે...

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક શખ્સ રૂ. 7,200 ના મુદ્દામાલ સાથે ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વરલી મટકાના જુગાર પર દરોડો પાડી એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે વધુ બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, લીલાપર રોડ પર આવેલા રામેશ્વર નળીયાના કારખાના નજીક એક વ્યક્તિ મોબાઇલ ફોન મારફતે વરલી મટકાના આંકડા લખી જુગારની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે મેહુલભાઈ જીલુભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પાટડીયા (ઉંમર 22), રહે. લીલાપર રોડ, મોરબી તથા મૂળ વતન માણાબા, તા. માળિયાવાળાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂપિયા 2,200 ની રોકડ રકમ અને રૂપિયા 5,000 કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 7,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી, રહે. લીલાપર, મોરબી તથા રાજુભાઈ કોળી, રહે. વાવડી રોડ, મોરબીના નામ પણ બહાર આવ્યા હતા.

આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW