HomeGujaratમોરબી એ-ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 32 મોબાઈલ...

મોરબી એ-ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 32 મોબાઈલ અને સોનાની ચેઈન મૂળ માલિકોને પરત આપી

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ખોવાયેલા, ચોરાયેલા મોબાઇલ ફોન તેમજ ચીલઝડપની ઘટનામાં ગુમ થયેલી સોનાની ચેઇન અંગે અરજદારોને ન્યાય મળે તે હેતુથી પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અનુસંધાને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઇલ ફોનની નોંધણી કરી અને સતત ટેકનિકલ મોનીટરીંગ તેમજ વિશ્લેષણ હાથ ધર્યું હતું. સ્ટાફની મહેનત અને ટેકનિકલ કાર્યક્ષમતાના પરિણામે કુલ 32 મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 7,08,791 થાય છે, તેમજ એક ફરિયાદીની રૂ. 1,75,000 કિંમતની સોનાની ચેઇન શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ રીતે કુલ રૂ. 8,83,791 કિંમતની મિલકત શોધી તેના વાસ્તવિક માલિકોને પરત સોંપવામાં આવી હતી. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા અને સેવાના પ્રત્યેની પ્રતિબદ્ધતા નિભાવતા “પોલીસ પ્રજાની મિત્ર” સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW