મોરબી તાલુકાના જીકિયારી ગામના રહેવાસી પિતા-પુત્ર માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જીકિયારી ગામે રહેતા ખેડૂત પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (ઉ.વ. 65) પોતાના પુત્ર મેહુલ સાથે મોરબી કોર્ટમાં હાજરી આપી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
ગત 15મી તારીખે સાંજના સમયે નીચી માંડલથી વાંકડા જવાના માર્ગ પર તેમની બાઈકને પાછળથી આવી રહેલા અજાણ્યા સ્કોર્પિયો વાહનના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના પગલે પિતા અને પુત્ર બંનેને ઇજાઓ પહોંચી હતી. ઘટનાના તરત બાદ સ્કોર્પિયો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પ્રાણજીવનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહનચાલકની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

