HomeGujaratવિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન

યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના સભ્યો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ શહેરના વિવિધ રક્તદાતાઓને તેમના સેવાભાવી યોગદાન બદલ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુવાશક્તિ ગ્રુપ છેલ્લા અનેક વર્ષોથી “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” અભિયાન અંતર્ગત સતત 24 કલાક સેવા આપી રહ્યું છે. મોરબી તથા આસપાસના વિસ્તારોમાં કોઈ દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઉભી થાય ત્યારે ગ્રુપના કાર્યકરો ત્વરિત રક્તદાતાઓનો સંપર્ક કરી જરૂરિયાતમંદોને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને નિયમિત રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત દરેક સ્વસ્થ વ્યક્તિએ ત્રણ માસના અંતરે રક્તદાન કરવાની ટેવ વિકસાવવી જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી. રક્તદાનથી દર્દીઓના જીવન બચાવવામાં મળતી મદદ તેમજ રક્તદાતાના સ્વાસ્થ્ય પર થતાં સકારાત્મક પ્રભાવ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુવાશક્તિ ગ્રુપે સમાજના યુવાનો અને નાગરિકોને વધુ સંખ્યામાં રક્તદાન અભિયાન સાથે જોડાવા અનુરોધ કર્યો હતો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને વધુમાં વધુ કિંમતી જીવ બચાવી શકાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW