મોરબીના માળિયા ફાટક પાછળ આવેલા કાંતિનગર વિસ્તારમાં રમેશભાઈની ઓરડીમાં વસવાટ કરતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી ડોલીબેન રવિકુમાર જાટવએ અજાણ્યા વ્યક્તિ સામે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, ડોલીબેને તેમના આઠ વર્ષીય સગીર ભાઈ સત્યાને શાકભાજી લેવા માટે મોકલ્યો હતો. પરંતુ તે બાદ બાળક ઘરે પરત ફર્યો નહોતો. ફરિયાદમાં જણાવાયું છે કે, બાળક ક્યાંક ચાલ્યો ગયો હોય અથવા કોઈ અજાણ્યા શખ્સે વાલીની મંજૂરી વિના તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે ડોલીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

