HomeGujaratસરવડમાં યુવાને પોતાની પાસે પાણી ન હોવાનું કહેતા બે શખ્સનો હુમલો

સરવડમાં યુવાને પોતાની પાસે પાણી ન હોવાનું કહેતા બે શખ્સનો હુમલો

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે પાણી મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાન પર હુમલો થયો છે. આ ઘટનામાં સરવડ ગામના સરપંચ સહિત બે વ્યક્તિઓ સામે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોટી બરાર ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા 38 વર્ષીય જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે સરવડ ગામના પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને મોટી બરાર ગામના નવનીત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પુનિત ઉર્ફે પુનિયાએ ફરિયાદી જયેશભાઈ પાસેથી પાણી માંગ્યું હતું. જયેશભાઈએ પોતાની પાસે પાણી ન હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.ત્યારબાદ પુનિતે નવનીત પટેલને બોલાવતા બંનેએ મળીને જયેશભાઈ સાથે ઝપાઝપી કરી, અપશબ્દો બોલીને ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં જયેશભાઈને ગાલ, કાન અને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી.આ ઉપરાંત આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું અને ધમકીઓ પણ આપી હતી. માળિયા પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,500SubscribersSubscribe

TRENDING NOW