ભારતીય ક્રિકેટર્સ IPLમાં દમદાર પર્ફોમ કરે છે. જેના કારણે અનેક ટીમ ફ્રેન્ચાઈઝીની એમના પર્ફોમન્સ પર નજર હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલ ખૂબ જ પ્રતિભાશાળી બેટ્સમેન છે. આ કારણે ટીમમાં અન્ય ઘણી રીતે યોગદાન આપી શકે છે. આઈપીએલની ટીમનો કેપ્ટન છે. તે ઓપનિંગની સાથે કેપ્ટન્સી સંભાળે છે. પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર તરીકે સામેલ થઈને ખેલાડી માટે જગ્યા પણ બનાવી શકે છે. ટીમમાં એના યોગદાનને જોતા ઘણી ફ્રેન્ચાઇઝી ટીમો તેના પર મોટો દાવ લગાવવા માંગે છે. હાલની આઠ ટીમોએ ચાર ખેલાડીઓને જાળવી રાખવાના છે. બે નવી ટીમ રિલીઝ થયેલા ખેલાડીઓમાંથી ત્રણ જેટલા ખેલાડીઓ પસંદ કરી શકે છે.
IPLની નવી સિઝનમાં પ્રવેશી રહેલી લખનૌની ટીમે રાહુલને અત્યાર સુધીના કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ પગારની ઓફર કરી છે. રૂ.20 કરોડની ઓફર અને કેપ્ટન તરીકે કરવામાં આવી છે. રીપોર્ટ અનુસાર લખનૌની ટીમની માલિકી મેળવનાર RPSG ગ્રૂપે રાહુલને ટીમમાં સામેલ થવાની મોટી ઓફર કરી છે. માલિક રાજીવ ગોએન્કાએ રૂ.7000 કરોડની મોટી રકમ ચૂકવીને ટીમ મેળવી છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવા જઈ રહ્યો છે. જો તે લખનૌની ટીમની કેપ્ટનશીપનો પ્રસ્તાવ સ્વીકારે છે. તો રૂ.20 કરોડની રકમ પગાર તરીકે આપવામાં આવશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલી ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી હતો. વર્ષ 2018 થી 2018 સુધી તેમનો પગાર રૂ.18 કરોડ રૂપિયા હતો. જ્યારે કેએલ રાહુલને રૂ.20 કરોડની ઓફર કરવામાં આવી છે. રીપોર્ટ બીજી તરફ એવા પણ મળ્યા છે કે, અમદાવાદ ફ્રેન્ચાઈઝીનું પેપર વર્ક બાકી હોવાથી અમુક નિર્ણય બાકી છે.

IPL 2018 બાદ હવે લીગની 15મી સિઝન માટે મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓકશન છેલ્લી મેગા ઓક્શન હશે. આવતા વર્ષે IPLમાં 8ને બદલે 10 ટીમો હશે, તેથી આ પ્રક્રિયા વધુ રસપ્રદ રહેશે. આ લીગમાં લખનૌ અને અમદાવાદની બે નવી ટીમો પ્રથમ વખત ભાગ લેશે. મેગા હરાજી દર ત્રણ વર્ષમાં એકવાર થાય છે. મેગા ઓક્શનમાં, ટીમોને માત્ર થોડા જ ખેલાડીઓને જાળવી રાખવાની તક મળે છે.

