HomeGujaratCentral GujaratPM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમા ગીફ્ટ સિટીની સીએમ પટેલે મુલાકાત લીધી

PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમા ગીફ્ટ સિટીની સીએમ પટેલે મુલાકાત લીધી

ગાંધીનગર,મંગળવાર

  પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગીફ્ટ સીટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.,મુલાકાત દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું.મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા.

 પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઍવા ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. ગિફ્ટ સિટીના માંકડ અને તપન રેઍ મુખ્યમંત્રીને ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત હતી.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતની ગિફ્ટ સીટીમાં રૂ. 469 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સની બે અરજીઓને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સીતારામને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે રૂ. 269.05 કરોડ અને હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂ. 200 કરોડની ઔપચારિક મંજૂરીની જાહેરાત કરી હતી.જેમકે કેન્દ્રીય બજેટ 2021-22માં કહેવામાં આવ્યું છે.તેમણે જાહેરાત કરી હતી કે ઈએફએસસીએના બન્નેને મંજૂરી આપવામાં આવી છે, એક 200 કરોડ રૂપિયાનું મુખ્યાલય છે. જેમાંથી 100 કરોડ રૂપિયાની લોન છે અને 100 કરોડ રૂપિયાનું અનુદાન છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે હવે જ્યારે ભારતમાં સોનાની આયાત કરવામાં આવશે તેમાં આ એક્સચેન્જની મદદ હશે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW