HomeGujaratઅદાણી ગ્રીન એનર્જીએ એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭...

અદાણી ગ્રીન એનર્જીએ એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

આજે રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ભારત દેશ માટે ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ભારતની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની ‘અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ’ (AGEL) એ ગુજરાતના ખાવડામાં એક નવો વૈશ્વિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કંપનીએ ખાવડા ખાતે પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ (GWh) ક્ષમતા ધરાવતી ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ એટલે કે BESS સફળતાપૂર્વક કાર્યરત કરી દીધી છે. ચીન સરહદની બહાર આ સમગ્ર વિશ્વની સૌથી મોટી અને ગ્લોબલી સૌથી ઝડપથી અમલમાં મુકાયેલી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ સિસ્ટમ છે. નવાઈની વાત એ છે કે, ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ જ મહિનાની અંદર આ વિશાળકાય પ્રકલ્પને શરૂ કરી દેવામાં આવ્યો છે, જે ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાની આગવી ઝલક દર્શાવે છે

ખાવડામાં કુલ ઓપરેશનલ ક્ષમતા ૩.૩૭ ગીગાવોટ પ્રતિ કલાકે પહોંચી ગઈ છે. આ કમિશનિંગ ગ્રીડની વિશ્વસનીયતા વધારવા, પીક-અવર્સ એટલે કે જ્યારે વીજળીની સૌથી વધુ માંગ હોય ત્યારે પાવર સપ્લાયને મજબૂત કરવા અને દેશમાં ૨૪ કલાક અવિરત ગ્રીન પાવર પહોંચાડવા માટે એક ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહ્યું છે.

આ પ્રોજેક્ટની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ૩.૩૭ GWh ક્ષમતાનું આ બેટરી સ્ટોરેજ આખા દિવસ દરમિયાન દેશના આશરે દસ લાખ ઘરોને સ્વચ્છ ઉર્જા આપવા માટે સક્ષમ છે. એટલું જ નહીં, આ સિસ્ટમ દસ કલાક સુધી સતત ૧ કરોડ ૨૦ લાખ (૧૨ મિલિયન) થી વધુ LED બલ્બને પ્રજ્વલિત રાખી શકે છે. તે ગોવા જેવા આખા રાજ્ય, અથવા ઇન્દોર અને ચંદીગઢ જેવા મોટા શહેરોની પીક પાવર ડિમાન્ડને એકલા હાથે પુરી કરવાની ક્ષમતા ધરાવે છે. લિથિયમ-આયન બેટરી ટેકનોલોજી અને અદ્યતન એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ આ પ્રોજેક્ટ પાવર ગ્રીડને સ્થિર રાખવામાં ક્રાંતિકારી ભૂમિકા ભજવશે.

સ્વચ્છ ઉર્જા સંક્રમણના આગામી તબક્કામાં મોટા પાયે ઊર્જા સંગ્રહના ક્ષેત્રમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે. રિન્યુએબલ એનર્જીના ઝડપી ઉત્પાદન સાથે ૨૪ કલાક ભરોસાપાત્ર વીજળી આપવા માટે સ્ટોરેજ માળખું ખૂબ જ અનિવાર્ય છે. ખાવડામાં ૩.૩૭ GWh ની આ સિસ્ટમ સાથે અમે એક સ્થિતિસ્થાપક અને લવચીક ઉર્જા પ્રણાલીનો પાયો મજબૂત કરી રહ્યા છીએ. બેટરી સ્ટોરેજમાં અમારું આ રોકાણ ભવિષ્યના ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
અદાણી ગ્રીન એનર્જીનો ઇરાદો માત્ર અહીં અટકવાનો નથી. કંપની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ૧૦ ગીગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉમેરશે, અને આગામી પાંચ વર્ષમાં તેને ૫૦ ગીગાવોટ (GWh) સુધી લઈ જવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ખાવડા ખાતે કંપની ૨૦૨૯ સુધીમાં કુલ ૩૦ ગીગાવોટનો ગ્રીન એનર્જી પ્લાન્ટ વિકસાવી રહી છે, જેમાંથી ૯.૯ ગીગાવોટ ક્ષમતા અત્યારે જ કાર્યરત થઈ ચૂકી છે. આબોહવા પરિવર્તન અને બદલાતી ઋતુઓ વચ્ચે ગ્રીન એનર્જીનો સંગ્રહ કરવાનો આ વિકલ્પ દેશની ઉર્જા સુરક્ષાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW