HomeGujaratઅમદાવાદ સ્ક્વોડની મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ, શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ મળ્યો

અમદાવાદ સ્ક્વોડની મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ, શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ મળ્યો

મોરબી સબ જેલમાં ફરી એકવાર મોબાઈલ ફોન મળવાની ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ જેલમાં થયેલી તપાસ દરમિયાન મોબાઈલ મળી આવ્યા હતા, ત્યારે હવે અમદાવાદની ખાસ ઝડતી સ્ક્વોડે કરેલી અચાનક તપાસમાં વધુ એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

માહિતી મુજબ અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલર ગ્રુપ-1દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા તથા તેમની ટીમ તપાસ માટે મોરબી સબ જેલ ખાતે પહોંચી હતી. સવારે 10:40 થી બપોરે 12:30 દરમિયાન હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન સર્કલ નંબર-0101ની બેરેક નંબર-1 પાછળ આવેલા શૌચાલયની કુંડીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મળેલ મોબાઈલ કેચાડા કંપનીનો સિલ્વર અને બ્લેક કલરનો હતો, જેમાં બે સિમકાર્ડ મૂકવાની સુવિધા હતી. જોકે ફોનમાં કોઈ સિમકાર્ડ નહોતું અને પાછળનું કવર પણ ગાયબ હતું. મોબાઈલ સાથે બેટરી પણ મળી આવી હતી. આ ઘટનાને પગલે જવાબદાર કેદી અથવા અજાણ્યા શખ્સ સામે બી.એન.એસ. કલમ 223 તેમજ પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW