મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા, સ્નેહ અને ભ્રાતૃભાવના નિરંતર વહેતા ઝરણાં વચ્ચે આગામી રવિવારે જ્ઞાતિગંગાના વિરાટ દર્શનનો લ્હાવો મળશે. મોરબીના ઇતિહાસમાં સોની સમાજના મહાજનોનો એક ભવ્ય મેળાવડો જામવા જઈ રહ્યો છે, જેમાં સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા ‘પંચાઉ સમૂહ જ્ઞાતિભોજન’ નો ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર માસના દિવ્ય અવસરે યોજાનારા આ ધાર્મિક અને સામાજિક મહોત્સવ અંતર્ગત, આગામી તા. ૨૭ ને રવિવારના રોજ સાંજે ૭:૦૦ વાગ્યાથી જ્ઞાતિભોજનની શરૂઆત થશે. આ ભવ્ય મનોરથ જૂના બસ સ્ટેન્ડ નજીક, બેંક ઓફ બરોડાની સામે આવેલી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા, મોરબી ખાતે યોજાશે. સાંજની શીતળતા વચ્ચે યોજાનારા આ પ્રસંગમાં સમગ્ર સોની સમાજના જ્ઞાતિજનોનો સ્નેહ વરસશે.
સમગ્ર દેશ-વિદેશમાં વસતા મોરબીના સોની સમાજને આમંત્રણ સમસ્ત સોની મહાજન સમાજના પ્રમુખ અને કારોબારી સમિતિ દ્વારા મોરબીમાં વસતા તમામ જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, મૂળ મોરબીના વતની હોય અને હાલ બહારગામ કે અન્ય શહેરોમાં વસતા હોય તેવા તમામ સોની જ્ઞાતિજનોને પણ આ સ્નેહમિલન અને જ્ઞાતિગંગાના પવિત્ર પ્રસાદનો લાભ લેવા માટે સહપરિવાર પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સોની મહાજન સમાજ મોરબીના ઉત્સાહી કાર્યકરો અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કાર્યક્રમની વિગત એક નજરે:
-
સ્થળ: દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા, બેંક ઓફ બરોડા સામે, જૂના બસ સ્ટેન્ડ નજીક, મોરબી.
-
તારીખ: ૨૭ (આગામી રવિવાર)
-
સમય: સાંજે ૦૭:૦૦ વાગ્યાથી

