HomeGujaratમોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 25 મે ના રોજ યોજાશે

મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 25 મે ના રોજ યોજાશે

મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતો એટલે કે મોરબી, માળીયા(મી.), ટંકારા, વાંકાનેર અને હળવદ ખાતે આગામી તારીખ 25/05/2026 ના રોજ બપોરે 12-00 કલાકે પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર નોટિસ તમામ તાલુકા પંચાયતના સભ્યને તા. 15/05/2026 થી પાઠવી દેવામાં આવી છે.
પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ઉમેદવારી ફોર્મ જે-તે તાલુકા પંચાયત કચેરીએથી મેળવવાના રહેશે. ઉમેદવારોએ બે ફોર્મ સંપૂર્ણ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 24/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.
ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. 24/05/2026 ના રોજ બપોરે 14-00 કલાકે જે-તે તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે .
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW