HomeGujaratમોરબીમાં માનવતા શરમાઈ: ભાડું ચડી જતાં પિતાએ જ દીકરી અને પત્નીને હવસખોર...

મોરબીમાં માનવતા શરમાઈ: ભાડું ચડી જતાં પિતાએ જ દીકરી અને પત્નીને હવસખોર મકાનમાલિકના હવાલે કરી!

મોરબી શહેરમાંથી એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં માત્ર મકાનનું ભાડું ચૂકવી ન શકવાના કારણે, શખ્સે પોતાની જ પત્ની તથા સગીર દીકરીને મકાનમાલિકની હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી. આ ચકચારી કેસમાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ પતિ અને મકાનમાલિકને ઝડપી લીધા છે.

ભાડું ચડી જતાં ખેલાયો પાપનો ખેલ

પોલીસમાંથી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર મહિલાનો પરિવાર આજથી આશરે છ મહિના પહેલા મોરબી ખાતે મજૂરી કામ અર્થે આવ્યો હતો. અહીં તેઓએ એક મકાનમાલિકનું મકાન માસિક ₹2,000ના ભાડે રાખ્યું હતું. દરમિયાન, પતિને કોઈ કામધંધો ન મળતા મકાનનું ભાડું ચડી ગયું હતું. આ આર્થિક લાચારીનો ફાયદો ઉઠાવીને મકાનમાલિકે ભાડું વસૂલવા માટે મકાન ભાડે રખાનારની પત્ની સાથે સંબંધ બાંધવાની માંગ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી પતિએ પોતાની સંમતિ આપીને પત્નીને મકાનમાલિક સાથે સંબંધ રાખવા મજબૂર કરી હતી, જેના કારણે મકાનમાલિકે અવારનવાર મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

નરાધમ મકાનમાલિકની ભૂખ એટલાથી ન સંતોષાતા, તેની નજર મહિલાની સગીર દીકરી પર પણ નજર બગડી હતી. તે સગીર હોવાનું જાણવા છતાં, ચડેલા ભાડાના બહાને આરોપી પિતાની સંમતિથી જ સગીર દીકરીને પણ લલચાવી-ફોસલાવીને મજબૂર કરવામાં આવી હતી અને મકાનમાલિકે તેની પર પણ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.આરોપી મકાનમાલિકે મા-દીકરી પર પોતાના જુદા-જુદા મકાનોમાં તેમજ ટંકારા ખાતે આવેલા એક સાહેદના રહેણાંક મકાને લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં અન્ય એક સહ-આરોપીએ પણ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલ્યું છે.

પોલીસની કડક કાર્યવાહી: બે આરોપી જેલભેગા

આ સમગ્ર મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગત  ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અને આરોપી પતિહાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે જયારે પોલીસે તેને ઝડપી પાડી કોર્ટમાંથી ૧ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.હાલ પોલીસ પકડથી દૂર ભાગતો ફરે છે. હાલ એ-ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમો અને ખાનગી બાતમીદારોની મદદથી ફરાર સહ-આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW