HomeGujaratમોરબી LCBએ દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી, 200 લીટર દારુ અને...

મોરબી LCBએ દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી, 200 લીટર દારુ અને 2600 લીટર આથા સહિત રૂ1.37 લાખનો મુદામાલ જપ્ત

મોરબી જિલ્લામાં પ્રોહીબીશન વિરોધી કાર્યવાહી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અદેપર ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર સફળ રેઇડ કરી મોટી માત્રામાં મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તા. 13/05/2026ના રોજ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલ.સી.બી. મોરબી ટીમ સક્રિય કામગીરી કરી રહી હતી. આ દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડને ખાનગી બાતમી મળી હતી કે મોરબી તાલુકાના અદેપર ગામે મચ્છુ-૦૨ ડેમના કાંઠે પોતાની વાડી ખાતે અલ્પેશ રણછોડભાઈ કગથરા ઉર્ફે કોળી દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

રેઇડ દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અંદાજે 2600 લીટર કિંમત રૂ.65,000, તૈયાર દેશી દારૂ અંદાજે 200 લીટર કિંમત રૂ.40,000, અખાદ્ય ગોળના 7 ડબ્બા કિંમત રૂ.7,000 તેમજ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-36-1-3775) કિંમત રૂ.25,000 મળી કુલ રૂ.1,37,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જો કે, દરોડા દરમિયાન આરોપી અલ્પેશ રણછોડભાઈ કગથરા સ્થળ પરથી હાજર મળી આવ્યો ન હોય જેથી  આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, વી.જી. મલાણી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW