વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જાહેરમાં રમાતા જુગાર સામે કાર્યવાહી હાથ ધરતા સફળતા મેળવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળતા વાંકાનેર તાલુકાના ધમલપર ગામ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પાંચ વ્યક્તિઓ જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા.
પકડાયેલા આરોપીઓમાં મંગાભાઈ દેવજીભાઈ કારેલીયા, રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ, રમેશભાઈ અમરશીભાઈ મેર, રાજેશભાઈ વાલજીભાઇ જીંજરીયા અને ધીરુભાઈ ગાંડુભાઈ સનુરાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 6,180 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

