HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર નજીક અકસ્માત: બાઇકની હડફેટે યુવકને ગંભીર ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર નજીક અકસ્માત: બાઇકની હડફેટે યુવકને ગંભીર ઇજા

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

માહિતી મુજબ, ગત તા. 6ના રોજ કાંતિનગર સોસાયટી, મોરબીમાં રહેતા 24 વર્ષીય સાહિલ ફિરોજભાઈ જૂણેજા લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન જીજે-03-જેપી-4579 નંબરનું મોટરસાયકલ પૂરઝડપે આવી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં સાહિલ જૂણેજાને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે આરોપી બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW