HomeGujarat89.13 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો ધોરણ-10માં રાજ્યમાં ત્રીજા ક્રમે, 1139 છાત્રોએ...

89.13 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો ધોરણ-10માં રાજ્યમાં ત્રીજા ક્રમે, 1139 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 (માર્ચ-2026)ના પરિણામમાં મોરબી જિલ્લાએ શાનદાર પ્રદર્શન કરતાં રાજ્યમાં ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું છે. જિલ્લાનો પાસ પર્સન્ટેજ 89.13% રહ્યો છે, જે રાજ્યના સરેરાશ 83.86% કરતાં ઘણો વધુ છે. ગત વર્ષે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહેલા મોરબી જિલ્લાએ આ વર્ષે ધોરણ-10માં પણ સતત સફળતાનો સિલસિલો જાળવી રાખ્યો છે. આ પરિણામ સાથે મોરબીની એજ્યુકેશન હબ તરીકેની છાપ વધુ મજબૂત બની છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતાના જણાવ્યા અનુસાર, જિલ્લાની તમામ શાળાઓએ ઉત્તમ પરિણામ મેળવ્યું છે. આ સફળતા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટી તેમજ સંચાલકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

વિગત આંકડો
કુલ નિયમિત વિદ્યાર્થીઓ 12,300
પાસ થયેલ વિદ્યાર્થીઓ 10,843
પાસ પર્સન્ટેજ 🟢 89.13%
A1 ગ્રેડ વિદ્યાર્થીઓ 1,139
A2 ગ્રેડ વિદ્યાર્થીઓ 2,034
100% પરિણામવાળી શાળાઓ (આ વર્ષ) 🟠 43
30%થી ઓછું પરિણામવાળી શાળાઓ માત્ર 2
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW