હળવદના ચરાડવા ગામની મૂળ રહેવાસી અને હાલ વડોદરા ખાતે ક્રુણાલ ચાર રસ્તા નજીક સમતા સોસાયટીમાં રહેતા રીટાબેન પિન્ટુભાઈ હળવદીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીઓ અમીત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા અને વીરૂ મનોજભાઈ હળવદીયા, જે ત્રણેય ચરાડવા ગામના રાજલનગર વિસ્તારમાં રહે છે, તેઓએ જૂના વેરઝેરને લઈને રીટાબેન અને તેમના પતિ પિન્ટુભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ગાળો આપી ઝઘડો વધાર્યો હતો. ફરિયાદી પક્ષે ગાળો ન આપવા કહ્યું ત્યારે આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

