HomeGujaratમોરબી પાલિકાના 2 પૂર્વ પ્રમુખ,જિલ્લાના વિવિધ પૂર્વ હોદ્દેદારો 24 ને ભાજપે કર્યા...

મોરબી પાલિકાના 2 પૂર્વ પ્રમુખ,જિલ્લાના વિવિધ પૂર્વ હોદ્દેદારો 24 ને ભાજપે કર્યા સસ્પેન્ડ

મોરબી જિલ્લાની વિવિધ નગરપાલિકા,તાલુકા પંચાયત મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ માંથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ટીકીટ માગવામાં આવી હતી જોકે પક્ષ દ્વારા ભાજપમાંથી ચૂંટણી લડી અગાઉ હોદ્દા મેળવી ગયેલા મોટા માથાઓ સહિત અનેક નેતાઓની ટીકીટ કાપી નાખવામાં આવતા ભાજપમાં વિદ્રોહ થયો હતો અને ઘણા મોટા માથાઓએ અપક્ષ ઉમેદવારી કરતા ભારે ઓહાપોહ થયો હતો જે બાદ ભાજપના આગેવાનો દ્વારા તેમને સમજાવટ કરી ફોર્મ પરત ખેચવા જણાવ્યું હતું તેમ છતાં અનેક નેતાઓ ફોર્મ પરત ન ખેચતા આજે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી ભાઈ રાજકોટિયા દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો હતોં અને મોરબી નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયા, લલિત કામરીયા પૂર્વ સમીતીના ચેરમેન , પૂર્વ સદસ્યો ઉપરાંત  ઉપરાંત વાંકાનેર નગર પાલિકા ના પૂર્વ સદસ્યો, સમિતિ ના પૂર્વ ચેરમેન ઉપરાંત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં હોદ્દા માં રહી ચુકેલા અને પૂર્વ હોદ્દેદારોને અપક્ષ કે અન્ય પક્ષમાં ચૂંટણી લડવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા પાર્ટીના કાર્યકરો માં સોપો પડી ગયો હતો

પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરી ચૂંટણી લડતા કાર્યકરો સામે કાર્યવાહી કરી છે જેમાં  મોરબી શહેરના 10 વાંકાનેર 3 ટંકારા 3 માળિયા તાલુકા 3 વાંકાનેર તાલુકાના 4 સહિતના વિસ્તારો નાપૂર્વ હોદ્દેદારોનો સમાવેશ થાય છે

અમિત દેવાભાઈ અવાડીયા

દેવાભાઈ પરબતભાઈ અવાડીયા

આશીફ રહીમ ઘાંચી

રાજેશભાઈ ચિમનલાલ રામાવત

નિર્મલાબેન મોરારજીભાઈ કંઝારીયા

વનિતાબેન મુકેશભાઈ ગામી

સંગીતાબા ગિરિરાજસિંહ ઝાલા

ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા

હરીશભાઈ મોનીભાઈ રાતડીયા

સીતાબા અનોપસિંહ જાડેજા

અનોપસિંહ સજુભા જાડેજા

લલિતભાઈ જેરામભાઈ કામરીયા

નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર

દર્શનાબેન વિશાલભાઈ સંઘવી

જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ

મીનાક્ષીબેન કાંતિલાલ વોરા

ચંદ્રિફાબેન નથુભાઈ ભુરાભાઈ કડીવાર

નથુભાઈ ભુરાભાઈ કડીવાર.

કેતનભાઈ રમેશભાઈ વિડજા.

પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા

કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા

ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા

ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા

કાળુભાઈ મેરુભાઈ કાંકરેચા

યુસુફભાઈ મીરાજી શેરસીયા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW