HomeGujaratઆરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે 13 બેઠકનો વધારો, અંતિમ મુદત પૂર્વે...

આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે 13 બેઠકનો વધારો, અંતિમ મુદત પૂર્વે 5346 અરજી મળી

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ 14 વર્ષથી નાની વયના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મળે તે માટે દર વર્ષે 25 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે.

મોરબી જિલ્લામાં કુલ 197 ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે શરૂઆતમાં 1692 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. વાલીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા કરાયેલ દરખાસ્તને શિક્ષણ વિભાગે મંજૂરી આપતા 13 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જિલ્લામાં કુલ 1705 બેઠકો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ 18 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે સ્ટાફ વ્યસ્ત રહેતા તથા દસ્તાવેજોની પ્રક્રિયામાં વિલંબ થતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે અંતિમ તારીખ વધારીને 23 એપ્રિલ 2026 સુધી કરી છે.

અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય અરજીઓને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ વિવિધ તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં મંજૂર થયેલી અરજીઓની માહિતી RTE ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. પ્રથમ તબક્કામાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓના વાલીઓને સંબંધિત શાળામાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પ્રથમ તબક્કામાં રહી ગયેલા અરજદારોને બાદના તબક્કામાં તક આપવામાં આવશે, અને જરૂર જણાય તો ત્રીજા તથા ચોથા તબક્કા પણ યોજાઈ શકે છે.

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચ જેમ કે ફી, પુસ્તકો અને યુનિફોર્મનો ખર્ચ પણ વહન કરવામાં આવે છે. હાલ અરજી માટે માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી વાલીઓને અપીલ કરવામાં આવી છે કે જે બાળકો માટે હજુ અરજી બાકી હોય તેઓ 23 એપ્રિલ 2026 સુધીમાં સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW