HomeGujaratમોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી : 100 વર્ષનું ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી જીવન જીવીને વિદાય લેનાર માતૃમૂર્તિ સ્વ. શાંતાબેન મોહનભાઈ બરાસરાના પુણ્ય સ્મરણાર્થે અને તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાના હેતુથી મોરબીમાં આગામી 17 એપ્રિલના રોજ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બરાસરા પરિવાર દ્વારા આયોજિત આ મહા રક્તદાન કેમ્પ આગામી તારીખ 17/04/2026 ને શુક્રવારના રોજ સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધી વરિયા બોર્ડિંગ, સો-ઓરડી, મોરબી-2 ખાતે યોજાશે. આ સેવાકાર્યમાં મોરબી સિવિલ હોસ્પિટલ અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ-મોરબીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.

પરિવારની યાદીમાં જણાવ્યા અનુસાર, જેમ શિક્ષણ અને સંસ્કાર એ પરિવારની સાચી મૂડી છે, તેમ રક્તદાન એ માનવતાની સાચી સેવા છે. સ્વર્ગસ્થના માર્ગે ચાલીને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં સહભાગી થવા બરાસરા પરિવાર દ્વારા સૌ સ્નેહીજનો અને રક્તદાતાઓને જાહેર અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જયેશ બારેજીયા (મો. નં. 9879399058) અથવા વિજય વડાવિયા (મો. નં. 9978909427) નો સંપર્ક કરવા જણાવાયું છે. એક યુનિટ રક્ત કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે, તેથી વધુ ને વધુ લોકો આ ઉમદા કાર્યમાં જોડાય તેવો અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW