HomeGujaratમોરબી-માળીયા હાઈવે પર રિક્ષામાંથી પટકાતા મહિલાનું મોત; બેદરકાર રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી-માળીયા હાઈવે પર રિક્ષામાંથી પટકાતા મહિલાનું મોત; બેદરકાર રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ગત તા. 11 એપ્રિલના રોજ એક દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. જીજે-36-ડબ્લ્યુ-1358 નંબરની રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા બેદરકારીપૂર્વક અને તેજ ગતિએ હંકારતા, તેમાં બેઠેલી વર્ષાબેન મુનેશભાઈ પરમાર (ઉંમર 41, નિવાસી નવી ટીંબડી) રિક્ષામાંથી રોડ પર પડી ગયા હતા.

આ અકસ્માતમાં વર્ષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મુનેશભાઈ નાનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW