HomeGujaratયુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપની અનોખી પહેલ : જંગલમાં જીવદયા માટે...

યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપની અનોખી પહેલ : જંગલમાં જીવદયા માટે પ્રશંસનીય કાર્ય

યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વરના જંગલ વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા અને જીવદયા માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. સભ્યો દ્વારા 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે.

આ ઉપરાંત, પક્ષીઓ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષોની ડાળીઓ પર કૂંડા બાંધી તેમાં દાણા નાખવામાં આવ્યા, જેથી પક્ષીઓને સતત ખોરાક મળી રહે અને તેઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય. આ સમગ્ર પહેલ માત્ર એક પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. સંસ્થાના સભ્યો દ્વારા જણાવાયું હતું કે, આવી માનવતાભરી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, જેથી સમાજમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિ વધુ મજબૂત બને.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW