ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુનવણી દરમિયાન ફાયર પરમિશન અંગે કડકાઈ ભર્યું વલણ અપનાવવામાં આવ્યું છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટિ NOCનો અમલ નથી થતો તેવી બિલ્ડીંગોને સીલ કરવા માટે જણાવાયું છે સાથે સાથે હાઈરાઈઝ ઇમારતો નિયમોનું પાલન ન કરતી તેવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન અને ફાયર સેફ્ટીના અમલીકરણ બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ ખાતે ફાયર NOC અને BU પરમિશનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ ફાયર સેફ્ટી, NOCની અમલવારી અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ તંત્રની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ, સૂચનો આપ્યા છે કે જે હાઈરાઈઝ ઇમારતો નિયમોનું પાલન નથી કરતી તેવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે. આમ કરીને એક દાખલો બેસાડી શકાય. સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન અને ફાયર સેફ્ટીના અમલીકરણ બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે BU પરમિશન ન ધરાવતી ઇમારતોને તોડી પડી દાખલો બેસાડવામાં આવે. કોર્ટે આદેશ કર્યો છે કે જે હાઈરાઈઝ બિલ્ડીંગ માં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટિ NOCનો અમલ નથી થતો તેવી બિલ્ડીંગોને સીલ કરો. કોર્ટે ઉલ્લેખ કર્યો કે તેમનો ઉદ્દેશ લોકોને હેરાનગતિ થાય એવો નથી, પણ લોકોના જીવ બચાવવો મહત્વનો છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભૂતકાળમાં હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનારા અને ગઈકાલે 28 નવેમ્બરના રોજ અમદાવાદના સોલામાં આવેલા ગણેશ મેરેડિયનમા લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. તેની સાથે સાથે કોર્ટે એ પણ નોંધ્યું છે કે આગની ઘટનાઓમાં કોઈ જીવ ન ગુમાવે તે બાબતની તકેદારી રાખવાની જરૂર છે.

