જામનગર યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા વહેલી સવારથી જ ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટી પડ્યાં હતાં. એક જ રાતમાં 400 વાહનોમાં 32 હજાર કરતા પણ વધારે મગફળીની ગુણીની આવક થતા યાર્ડ મગફળીથી છલકાયું હતું.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગર યાર્ડના જણાવ્યા પ્રમાણે લાભપાંચમથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના સારા ભાવો મળતા ખેડૂતો પોતાની જણસીઓને ખુલ્લા બજારમાં વહેચી રહ્યાં છે. આજે વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડમાં 400 વાહનોમાં 32 હજાર કરતા વધારે મગફળીની ગુણીની આવક થઈ હતી.

જેના કારણે યાર્ડ મગફળીથી ઉભરાયું હતું. આજે યાર્ડમાં 1500થી 1600 રૂપિયા મગફળીનો ભાવ બોલાયો હતો. હાપા યાર્ડમાં સીઝનની મગફળીની વિક્રમી આવક જોવા મળી છે. તો યાર્ડની બહાર મગફળીની ગુણી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી.

