HomeGujaratમાળિયાના મોટા ભેલામાં કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રે પિતાનું જ ઢીમ...

માળિયાના મોટા ભેલામાં કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રે પિતાનું જ ઢીમ ઢાળી દીધું

મોરબી જિલ્લાના માળિયા (મીયાણા) તાલુકાના મોટાભેલા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પુત્રએ જ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. પુત્રની ઉશ્કેરાટ પાછળનું કારણ માત્ર પિતાએ આપેલો કામધંધા બાબતેનો ઠપકો હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ સોમાણી નામના 85 વર્ષીય વૃધ્ધએ તેમના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને મનમાં લાગી આવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા પુત્ર પ્રવિણે કૌટુંબિક અદાવત રાખી પિતા જીવણભાઈ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલાખોર પુત્રએ પિતાના બંને પગના કાંડાના ભાગે ગંભીર ઘા મારી દેતા વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ મામલે મરણજનારના અન્ય પુત્ર ભરતભાઈ જીવણભાઈ સોમાણીએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રવિણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103(1) (હત્યા) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. દરબાર અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW