HomeGujaratમોરબી જિલ્લામાં ફરી એકવાર અધિકારીઓની બદલી સાથે પોલીસ મથકના પોસ્ટિંગ અપાયા

મોરબી જિલ્લામાં ફરી એકવાર અધિકારીઓની બદલી સાથે પોલીસ મથકના પોસ્ટિંગ અપાયા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અલગ-અલગ પોલીસ અધિકારીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં પણ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈની અન્ય જિલ્લામાં જ્યારે અન્ય જિલ્લામાંથી કેટલાક પીઆઇને મોરબી મૂકવામાં આવ્યા હતા. મોરબીમાં નવા પીઆઇની નિમણૂક થયા બાદ મોટાભાગના પીઆઇને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા. હવે જિલ્લા પોલીસ વડા દ્વારા આ નવા પોલીસ અધિકારીઓને વિવિધ પોલીસ મથકોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. એસપી મુકેશ પટેલના ઓર્ડર મુજબ વાયબીજાડેજાને એ-ડિવિઝન પોલીસ મથક એન.એસ ઘટિયાને મોરબી તાલુકા પોલીસ મથક જે ડી સરવૈયાને બી ડિવિઝન પોલીસ મથક જે ડી ઝાલાને ટંકારા પોલીસ મથક એસપી જાડેજાને એલ આઈ બી જે. એસ ગામીતને એનટી હ્યુમન ટ્રાફ્ટિંગ યુનિટનો હવાલો આપવામાં આવ્યો છે. પી.આઈ.વાય.એસ સિંધવને વાંકાનેર સિટીનો હવાલો આપવામાં આવ્યો છે, તો ડી.વી ખરાડીને જિલ્લા ટ્રાફિક શાખાની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીની જવાબદારી આરસી ગોહિલને સોંપવામાં આવી છે, જ્યારે મહિલા ટ્રાફિક પીઆઇ એચવી ઘેલાને મહિલા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એસ કે ચારેલને સાયબર ક્રાઇમ પોલીસમાં એમબી મિસ્ત્રીને માંથી આઈ યુ સી એ ડબલ્યુ શાખામાં મુકવામાં આવ્યા છે. મોરબી એ-ડિવિઝનમાં ફરજ બજાતા રાકેશ એસ પટેલની લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW