HomeGujaratવાંકાનેરના ભેરડા ગામમાં ચાલતા ગેર કાયદે ખનન સામે પોલીસની લાલ આંખ, 4...

વાંકાનેરના ભેરડા ગામમાં ચાલતા ગેર કાયદે ખનન સામે પોલીસની લાલ આંખ, 4 ડમ્પર એક એક્સેક્વેટર સહિત 1.70 કરોડનો મુદામાલ જપ્ત

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ની નિમણૂક બાદ જાણ મોરબી જિલ્લા પોલીસ બેડામાં અલગ બદલાવ આવ્યો હોય તેવી સ્થિતિ બની છે. ખાસ કરીને ગેર કાયદેસર ધમધમતી પ્રવૃતિ પર લગામ લાવવાની કડક આદેશ બાદ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તેમજ ડી વાય એસ પી સમીર સારડાની સૂચનાને પગલે વાંકાનેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ભેરડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન પર પોલીસે ખાણ-ખનીજ વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ કામગીરીમાં ગેરકાયદે ખનીજ ચોરીમાં વપરાતા 4 ડમ્પર અને 1હિટાચી (એસ્કેવેટર) મશીન સહિત કુલ 1કરોડ 70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હળદર ધાર વિસ્તારમાં પણ ગેર કાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ખનીજ ભરેલ ડમ્પર એક્સકેવેટ 2 સહિતનો કરોડોનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર ગણતરીના દિવસોમાં વાંકાનેર તાલુકા પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હોય તેવી સ્થિતિ બની છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW