HomeGujaratવિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં મોરબી જિલ્લા ભાજપમાં તા.1 થી 3 ઉમેદવારો...

વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં મોરબી જિલ્લા ભાજપમાં તા.1 થી 3 ઉમેદવારો માટે સેન્સ પ્રકિયા યોજાશે

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલે એટલે કુલ તારીખ 1 એપ્રિલના સવારે 8:30 થી 11:30 દરમ્યાન માળિયા તાલુકા અને જિલ્લા પંચાયત ના ઉમેદવારી કરવા માગતા કાર્યકરોની સેન્સ લેવાશે 11:30 થી 1:30 દરમ્યાન વાંકાનેર તાલુકા અને જિલ્લા પંચાયત ના ઉમેદવારી ઇચ્છતા કાર્યકરો માટેની સેન્સ લેવાશે , 2:30 થી 4:30 દરમિયાન વાંકાનેર નગરપાલિકા માં ઉમેદવારી ઇચ્છતા કાર્યકરો ની સેન્સ લેવાશે, ટંકારા તાલુકા અને જિલ્લા પંચાયત માટે સાંજે 4:૩૦થી 6:૩૦ દરમિયાન, જ્યાંરે ટંકારા નગરપાલિકા વિસ્તાર ના કાર્યકરો માટે 6:30થી 8:30 દરમિયાન સેન્સ કાર્યવાહી કરવામાં આવશે,

તારીખ 2 એપ્રિલના રોજ સવારે 8: 30 થી 11:30 દરમિયાન હળવદ તાલુકા અને જિલ્લા પંચાયત 11:30થી 1:30 મોરબી તાલુકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવશે. બપોરે 2:30થી 4:30. માળિયા નગર પાલિકા ના ઉમેદવારો માટે સેન્સ લેવાશે

મોરબી મહાનગર પાલિકાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય શાખા દ્વારા ચૂંટણીની જાહેરાત કરી શકે છે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના સેન્સ પ્રકિયા પણ તેજ કરી દેવામાં આવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં સેન્સ પ્રકિયા પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આગામી 3 એપ્રિલના રોજ  મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય (કમલમ ખાતે )આ સેન્સ પ્રકિયાનું આયોજન કરાયું છે.આગામી મહાનગર પાલિકાની ચૂંટણી માં ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોને જરૂરી દસ્તાવેજ સાથે તેમના વોર્ડ માટે ફાળવેલ નિર્ધારિત સમયે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મોરબી શહેર ભાજપ દ્વારા વોર્ડ તા 3 માર્ચ ના રોજ વોર્ડ 1 અને 2 માટે સવારે 10થી 11, વોર્ડ 3 અને 4 માટે સવારે 11થી 12, વોર્ડ 5 અને 6 ના કાર્યકરો માટે  બપોરે 12થી 1 વોર્ડ 7 અને 8 ના કાર્યકરો માટે બપોરે 2 થી 3 દરમિયાન , વોર્ડ 9થી 10 ના  કાર્યકરો માટે  3 થી 4  દરમીયાન, વોર્ડ 11 અને 12 ના 4 થી 5 દરમિયાન,અને વોર્ડ 13 ના કાર્યકરોને સાંજે 5 થી 6 દરમિયાન સેન્સ પ્રકિયા લેવાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW