HomeGujaratરાકેશ રાઠોડની માળિયાના ટીડીઓ તરીકે અને માયાબેન જાનીની વાંકાનેર ટીડીઓની...

રાકેશ રાઠોડની માળિયાના ટીડીઓ તરીકે અને માયાબેન જાનીની વાંકાનેર ટીડીઓની તરીકે નિમણુંક

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી જાહેર થવાને  હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ વિભાગમાં અધિકારીઓની બદલી ના આદેશ છૂટી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે એક સાથે 118 નાયબ ચીટનીશને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી તેમજ બદલીના આદેશ કરાયા છે આ ઉપરાંત અલગ અલગ તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે ફરજ બજાવતા અન્ય 40 ટીડીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે

આ બદલીના ઓર્ડરથી  મોરબી જિલ્લામાં બે નવા ટીડીઓની નિમણુક થઇ છે જેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા રાકેશ જી રાઠોડ ને માળિયા મિયાણા તાલુકા પંચાયતમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા માયાબેન એચ જાનીને વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ બનાવામાં આવ્યા છે આ ઉપરાંત મોરબી જિલ્લામાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રાજેશ રામજીભાઈ પટેલની બઢતી સાથે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે નિમણુક કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW