HomeGujaratવાંકાનેર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેરના મામલતદાર કચેરી પાછળ આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઈ લામકાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, એક ફોર વ્હીલ કાર (રજી. નં. GJ-03-MR-4827) ના ચાલકે તેમના 70 વર્ષીય પિતા જેહાભાઈ નાજાભાઈ લામકાને અકસ્માતમાં મોતને ઘાટ ઉતાર્યા છે.

27 માર્ચ 2026ના રોજ સવારે અંદાજે 9:00 થી 9:30 વાગ્યાના સમય દરમિયાન, જેહાભાઈ તેમની પત્ની રખૂબેન સાથે તેમના મોટરસાયકલ (રજી. નં. GJ-03-BJ-8325) પર વરડુસર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમયે વાંકાનેર-મોર નેશનલ હાઇવે પર નર્સરી ચોકડી પાસે પાછળથી ઝડપથી અને બેદરકારીપૂર્વક આવી રહેલી કારએ તેમના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જેહાભાઈને માથામાં તેમજ બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. તેમની પત્ની રખૂબેનને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW