વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બાઉન્ડ્રી વિસ્તારમાં રાજકોટમાં રહેતા રાજકુમાર જીવલાલ પ્રજાપતિ નામના યુવકની જીતેન્દ્ર સિંહ ઉર્ફે જેકી મંગલ સિંગ રાજપુત નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી જેમાં જણાવાયું હતું કે, આરોપી અને મૃતક મિત્રો હતા અને બન્ને અવાર નવાર ખરીદી કરવા સાથે જતા હતા ત્યારે મૃતક રાજકુમાર બન્નેના ખર્ચા ઉઠાવતો હતો. બાદમાં યુવાને તે પૈસા પાછા માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો છરીથી રાજકુમાર ને ઘા ઝીકી ડેટા તેનું મોત થયું હતું. વાંકાનેર પોલીસે આ ફરિયાદ આધારે આરોપી જીતેન્દ્ર સિંહ ઉર્ફે જેકી રાજપૂતની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસની તપાસ બાદ પોલીસે ચાર્જસીટ ફાઈલ કરતા મોરબીની સેકન્ડ એડીશનલ સેસન્સ કોર્ટમાં તેની ટ્રાયલ ચાલી હતી.
જેમાં સરકારી વકીલ સંજય સી દવે દ્વારા ફરીયાદી તરફી પોતાનો કેસ લડ્યા હતા આ ઘટના સબંધિત પોલીસે રજુ કરેલ તપાસના કાગળ તેમજ સાક્ષીઓના નિવેદન તબીબના રીપોર્ટ એફ એસ એલ રીપોર્ટ સહિતના પુરાવા રજુ કર્યા હતા. તેમજ 16 જેટલા સાક્ષીના નિવેદન રજુ કરવામાં આવ્યા હતા. સામે પક્ષે બચાવ પક્ષ દ્વારા જરૂરી દલીલો રજુ કરવામાં આવી હતી બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતોં ને આજીવન કેદ તેમજ 5000નો દંડ ફટકાર્યો હતો.

